Saturday, November 26, 2016

DEMONETIZATION OF Rs. 1000 and Rs. 500 Notes....( gujarati Language )

જરા વિચારો ...!!!! (PONDER UPON IT).
નોટબંધી ને કારણે પ્રજા ને પારાવાર મુસ્કેલીયો નો સામનો કરવો પડ્યો છે. હજી તકલીફો આવી રહી છે અને આવતા એક મહિના માં વધુ આવશે.આના માટે જવાબદાર કોણ ? PM મોદી અને સરકાર કે વિરોધપક્ષો ? ગુજરાતી માં કહેવત છે . યથા રાજા તથા પ્રજા..મતલબ જેવો રાજા તેવી પ્રજા..પાછલા ૬૦ વર્ષો ના શાશન માં આપણી સરકારો ભર્ષ્ટ સરકારો હતી. તેઓ એ ભ્રષ્ટાચાર અને કરપ્સન શિવાય કઈ જ કર્યું ના હતું . તેથી પ્રજા પણ આવા જ કર્યો માં લિપ્ત થઇ ગઈ. ૬૦ વર્ષ ની એ પ્રણાલી એકદમ તો દુર થાય નહિ ને ? 
આપણે કે કર્મો કર્યા તે આપણેજ ભોગવવા પડે ને ? કર્મ નો સિધાંત પણ તેમ જ કહે છે !!!

વિચારો 
૧. શું નરેન્દ્ર મોદી એ કયું હતું કે ગરીબો , કળા બજારિયાઓ ના રૂપિયા સફેદ કરવા માટે રોજે રોજ લાઈન માં ઉભા રહે ? ( આના કરને લાઈનો ઓછી ના થઇ અને પ્રજા ને હાલાંકી ભોગવવી પડી. આના માટે સરકાર કેવી રીતે જવાબદાર ગણાય ? ત્યાં સુધી કે આંગળી પર શયાહી લગાવવી પડે અને તો પણ બીજા રસ્તાઓ દ્વારા તે શહયી ને દુર કરવા ના પ્રયત્નો થાય ? આ એક નમુનો કે આપણે ભ્ર્તાચાર ને શિષ્ટાચાર માની બેઠા અને આવા કાળાબજારીયાઓ ને ,દેશ્વીરોધિઓ ને મદદ કરવા લાગ્યા..પરિણામે લાઈનો ઓછી થઇ જ નહિ અને હાલાકીઓ ભોગવવા નો વારો માધ્યમવર્ગો અને ગરીબ વર્ગો નો આવ્યો. હાથ ના કાર્ય હૈયે વાગે તેમ , આપણે કરેલ ,ભર્ષ્ટ લોકો ને મદદ આપણ ને જ દુખી કરી ગઈ .!!!! જો આમ ના થયું હોત તો લાઈનો ક્યાર ની નાની થઇ ગઈ હોત અને સામાન્ય જીવન થઇ ગયું હોત !!!

૨. શું નમો એ કહ્યું હતું કે , ૨૦% કે ૩૦% એ કાળા નાણા ને ધોળા કરાઓ ? આ કાળા કર્મો કરનાર બેંક કર્મીઓ અને અન્ય આપના જ સમાજ ના હિસ્સો છે તેઓ એ પણ કાળાબજારીયાઓ ને અને દેશદ્રોહીઓ ના કાળા નાણાં ધોળા કાર્ય અને પરિણામે ભોગવવા નું સામાન્ય પ્રજા એ આવ્યું ..આવા કેટલા હજારો કરોડ રૂપિયા ધોળા થાય અને સામાન્ય પ્રજા ને રૂપિયા ના મળ્યા . જવાબદાર કોણ ? આપણે કે મોદી ?? વિચારો ....
૩. ગઈ કાલે , એક બેંક ના બે અધિકારીઓ પાસે થી રૂ ૨૦૦૦ ની લાખો નોટો પકડવામાં આવી . તે સામાન્ય લાઈન માં ઉભા લોકો માં વહેચવાની હતી. જો એમ થયું હોત તો પ્રજા ની હાલાંકી ઓછી થઇ હોત ને ? જવાબદાર કોણ.? આપણો સમાજ અને તેના ભ્રષ્ટ લોકો ? કે મોદી ? વિચારો 
૪. સવાર ના પોર માં ૪ વાગે થી રિક્ષઓ ભરી ને , મજુરો ને લાઈન ના ઉભા રાખી ને , કળા ના ધોળા કરાવવા વાળા અને કરવા વાળા કોણ ? આપણેજ ને ? મતલબ કે તેઓ પણ આપ્નાજ સમાજ નો ભાગ છે ને ? આવી લાઈન દીવશો સુધી લાગી અને સામાન્ય પ્રજા દુખી થઇ . જવાબદાર કોણ ? આપણે કે મોદી ?

૫. જો આપણે આપના ધર્મ માં વિશ્વાસ રાખતા હોઈએ તો -ધર્મ કહે છે સુખ અને દુખ બંને કર્મો ના ફળ થી મળે છે. આપણે જે દુખ છે તે કર્મો નું છે ..સમાજ ના કર્મો પણ , તેના લોકો એ જ ભોગવવા ના હોય ને ? બીજા ના કાળા પૈસા ને ધોળા કરવા લાઈન માં ઉભા લોકો પણ બુરા કર્મો ના ભોગ બનશે એ નીશ્ચીન્ત વાત છે..
૬. ભરષ્ટઅચાર ને શિષ્ટાચાર માની બેઠેલા આપણે , માનતા માનીએ છીએ કે જો મને ઘૂસ આપી ને નોકરી મળશે તો હું ભગવાન ને , માતાજી ને પ્રશાદ ચડાવીશ. આપણે પ્રભુ ને પણ ભરષ્ટચાર માં સંડોવીયે છીએ .આપનું ભલું તો ભગવાન પણ ના કરી શકે ..
૭ . પ્રજા ને બંધ માટે ઉશ્કેરતા નેતાઓ ને પૂછો કે શું તેઓ એ ક્યારેય ભ્રષ્ટાચાર કરેલ નથી ? આ પરીશ્થીતી માટે માત્ર ને માત્ર તેઓ જ જવાબદાર નથી ? કારણ કે તેઓ એ જ આવા સમાજ ની રચના કરી ને , ૬૦ વર્ષો સુધી તેને ચલાવીયો છે .. હવે બસ કરો ..નવા રાજા જો નવો પ્રમાણિકતા નો ચીલો ચીતરતાં હોય તો , તેમને મદદ કરીએ . નહિ તો આપણી આવતી પેઢી આપણને માફ નહિ કરે .......
જરા વિચારો ( PONDER UPON IT )
Date 27th Nov. 2016...SUnday ..

No comments:

Post a Comment